featured Post

 



ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સરકારી ઠરાવ બહાર પાડીને બિન અનામત આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગને બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કહેવામાં આવે છે. આ આયોગ દ્વારા બિન અનામત વર્ગમાં આવતા આર્થિક રીતે નબળાં પરિવારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ બહાર પાડે છે. બિન અનામત નિગમ દ્વારા ભોજન બિલ સહાય યોજના, ટ્યુશન સહાય યોજના, વાહન સહાય યોજના, સ્પર્ધાત્મક તાલીમ સહાય યોજના વગેરે. આર્ટિકલ દ્વારા સ્પર્ધાત્મક તાલીમ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

સ્પર્ધાત્મક પરીક્ષામાટે તાલીમ સહાય યોજના 

 બિન અનામત અયોગ દ્વારા અમલમાં મૂકેલી આ યોજના વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધાત્મક પરિક્ષાર્થીઓ માટેની છે. આ યોજના હેઠળ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC, વર્ગ-1,2 અને વર્ગ-3, IBPS, ગૌણ સેવા કે અન્ય માન્ય મંડળોની પરીક્ષાઓની તૈયાર કરતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ સહાયની રકમ વિદ્યાર્થીના ખાતામાં સીધી જમા થાય છે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાનો હેતુ

ગુજરાતમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, પરંતુ તેવા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં આવવા માંગતા હોય તો તેમને સારું શિક્ષણ મળી રહે તે જરૂરી છે. જેથી આવા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરે તે માટે તાલીમ મેળવવા સહાય આપવામાં આવે છે.
યોજનાનું નામસ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય



યોજનાનું નામ: 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય
ભાષા: ગુજરાતી અને English
ઉદ્દેશ:બિન અનામત વર્ગના આર્થિક નબળાં વર્ગના
સરકારી સેવાઓમાં જોડાય તે હેતુથી
સ્પર્ધાત્મક તાલીમ સહાય આપવામાં આવે છે.
લાભાર્થી:ગુજરાતના બિન અનામત વર્ગના
(EBC Certificate Gujarat)
સહાય:સ્પર્ધાત્મક તાલીમ મેળવતા તાલીમાર્થીઓને
રૂ.20000/- અથવા ખરેખર ભરવાની થતી ફી
આ બંનેમાંથી જે ઓછું હોય તે મળશે.
Official Website :Click Here
Online Apply: Apply Now

તાલીમ સહાય મેળવવા માટેની પાત્રતા

* GUEEDC Online દ્વારા આ તાલીમ યોજનાઓ લાભ લેવા માટે કેટલીક પાત્રતા અને નિયમો નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

* પરિક્ષાર્થી ગુજરાતનો હોવો જોઈએ
* પરીક્ષાર્થી બિન અનામત વર્ગનો હોવો જોઈએ.
* તાલીમાર્થીને આ સહાય યોજના મેળવવા માટે ધોરણ-12 માં 60 ટકા કે તેથી વધુ હોવા જોઈએ.
બિન અનામત વર્ગ  ના વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી, વર્ગ-1,2 કે 3, ગૌણ સેવા પસંદગી મંડળ તથા અન્ય માન્ય થયેલા મંડળોની તાલીમ મેળવતો હોવો જોઈએ.
* તાલીમાર્થી માન્ય થયેલી સંસ્થાઓમાંથી તાલીન મેળવતો હોવો જોઈએ.
* તાલીમ દરમ્યાન તાલીમાર્થી સરકારી નોકરી કરતા હોવા જોઈએ નહીં.
* પરીક્ષાર્થી જે પરીક્ષા માટે તાલીમ મેળવતા હોય તેની ઓછામાં ઓછી લાયકાત ધરાવતો હોવો જોઈએ.

સ્પર્ધાત્મક પરીક્ષાના લાભો માટેની તાલીમ યોજના

             ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આ તાલીમ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા પરીક્ષાર્થીઓને મળશે. આ યોજના હેઠળ માન્ય થયેલી સંસ્થામાં તાલીમ મેળવાતા વિદ્યાર્થીઓ સહાય આપવામાં આવશે. તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.20,000/- અથવા ખરેખર ભરવાની થતી ફી આ બંનેમાંથી જે ઓછું હોય તે મળશે. આ સહાય વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવવામાં આવશે.


યોજનાનો લાભ લેવા સંસ્થાની પસંદગીના ધારા ધોરણો

આ યોજનાનો લાભ લેવા માટે કેવી સંસ્થા કે કોચિંગ ક્લાસમાં એડમિશન લેવું તેના ધારા-ધોરણો નક્કી કરેલા છે. જે ધારા-ધોરણો નીચે મુજબ છે.

 * સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈશે.
* સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax,અથવા પ્રોફેશનલ ટેક્ષ વગેરે કાયદા હેઠળ નોંધણી નંબર ધરાવતી હોવી જોઈશે.
* સંસ્થા ઓછી ઓછી 20 વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઇશે.
* તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલીફાઈડ ટીચીંગ સ્ટાફ હોવો જોઈશે. જેમ કે- 20 તાલીમાર્થી દીઠ 2 ક્વોલિફાઈડ શિક્ષક હોવા જોઈએ.
* 21 થી 50 તાલીમાર્થી સુધી 3 શિક્ષકો હોવા જોઈએ, 51 થી 70 તાલીમાર્થી સુધી 4 શિક્ષકો અને 71 થી 100 તાલીમાર્થી સુધી 5 ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.
* તાલીમાર્થી ઓછામાં ઓછી 60 દિવસની તાલીમ મેળવેલ મેળવેલ હોવી જોઈશે.
* સમગ્ર કોર્ષ પૂર્ણ થયા બાદ સરેરાશ 70 ટકા હાજરીને ધ્યાને લઈ અરજી મંજૂર કરવાની રહેશે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાની આવક મર્યાદા

                    બિન અનામત આયોગ દ્વારા આ યોજનાનો લાભ મેળવાવા માટે કુટુંબની આવક મર્યાદા નક્કી કરેલી છે. તેનાથી ઓછી આવક ધરાવતા કુટુંબમા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.


સ્પર્ધાત્મક પરીક્ષા યોજના માટેની તાલીમ માટે જરૂરી દસ્તાવેજ

બિન અનામત યોજનાનો લાભ લેવા માટે બિન અનામત આયોગ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
* તાલીમાર્થીઓનું આધારકાર્ડ
* ઉંમરનો પુરાવો (L.C/જન્મનું પ્રમાણપત્ર
* રહેઠાણનો પુરાવો
* બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
* આવકનું પ્રમાણપત્ર
* ધોરણ-10 ની માર્કશીટની નકલ
* ધોરણ-12 ની માર્કશીટની નકલ
* સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કલાસ સમાજ/સંસ્થા/ટ્રસ્ટ સંચાલિત છે, તો તેનો રજીસ્ટ્રેશ નંબર અથવા GST નંબરનો પુરાવો
* તાલીમ માટે ભરવાની થતી અથવા ભરેલી ફીનો પુરાવો
* સંસ્થાનો એડિમિશન લેટર (સ્પર્ધાત્મક પરીક્ષાનાં નામ તેમજ ફી ની વિગતો સહિત)
* અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓનલાઈન એપ્લાય ટ્રેનિંગ સ્કીમ
ગુજરાતના બિન અનામત આયોગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કરવા માટે બિન અનામત આયોગ ગાંધીનગર ની વેબસાઈટ પરથી ભરી શકાશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ આપેલી છે.

સોપ્રથમ Google માં “GUEEDC ઓનલાઈન” ટાઈપ કરો.

  • જેમાં બિન અનામત નિગમની ઓફિશીયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • જેમાં વેબસાઈટના Home Page પર Scheme Menu પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા કરવાની રહેશે.
  • 3. હવે Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાઓમાં “ Training Scheme For Competitive Exams” પર ક્લિક કરવું.
  • જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના વિશે વિગતવાર માહિતી વાંચી લેવી. ત્યારબાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરીને આગળ પ્રોસેસ ચાલુ રાખવી.
  • ત્યારબાદ Apply Now પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “New User (Register)?” પર ક્લિક કરો. અને રજીસ્ટેશન માટે આગળ પ્રક્રિયા કરો.
  • રજીસ્ટ્રેશન માટે પ્રક્રિયા કરતાં Registration for Online Application System નામનું નવું પેજ આવશે. જેમાં Email Id, Mobile Number અને Password નાખીને Captcha Code નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તાલીમાર્થી મિત્રોએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.
  • જ્યાં Username, Password અને Captcha Code નાખીને Application Form Login કરવાનું રહેશે.
  • Login પર ક્લિક કરવાથી વિવિધ યોજનાઓ બતાવશે. તમારે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તેની સામે આપેલા Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
  • Apply Now કરવાથી તેમાં તાલીમાર્થીની માહિતી ભરવાની રહેશે તથા બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
  • તાલીમ આપનાર સંસ્થાની વિગત, સંસ્થાનો પ્રકાર જેવી માહિતી ભર્યા બાદ શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના સંપર્ક નંબરની માહિતી તથા બેંકની માહિતી ભરીને માહિતી “Save” કરવાની રહેશે.
  • હવે તાલીમાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ તાલીમાર્થી પાસે વેબસાઈટમાં માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ માહિતી અને Document અપલોડ કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. જે તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
  • અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબર આવશે. જેને સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે
બિન અનામત આયોગ સંપર્ક નંબર

    બિન અનામત વર્ગની તમામ જ્ઞાતિઓના લોકોને વિવિધ યોજનાઓની માહિતી મેળવવી હોય, બિન અનામત પ્રમાણપત્ર, EBC Certificate Gujarat ડોક્યુમેન્ટ કેવી રીતે કઢાવવા કે અન્ય માહિતી માટે નિગમની કચેરીનો સંપર્ક કરી શકે છે.

GUEEDC Office Number :-

079-23258688

079-23258684

       ગુજરાત સરકારની Competitive Exam Scholarship In Gujarat વિદ્યાર્થીઓને સીધો લાભ આપવામાં આવે છે. બિન અનામત વર્ગની યોજના કેટલાક અગત્યના પ્રશ્નો અને તેના જવાબ નીચે મુજબ છે.

  • સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય કોને મળે છે?
    • બિન અનામત આયોગની આ યોજના છે. આ યોજના લાભ બિન અનામતના નબળા વર્ગના પરિક્ષાર્થીઓને આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે.
    • બિન અનામત વર્ગની આ તાલીમ સહાય યોજના હેઠળ રૂ.20000/ ની સહાય અથવા ખરેખર ફી આ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.
  • સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ યોજના માટે અરજી કેવી રીતે કરવાની હોય છે.?

  • કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આ યોજનાનો લાભ મળે?
    • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC, વર્ગ-1,2 અને વર્ગ-3, IBPS, ગૌણ સેવા કે અન્ય માન્ય મંડળોની પરીક્ષાઓની તૈયાર કરતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે.

02 Dec 2021
 
Top